આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અને ત્રિરંગા યાત્રા કાર્યક્રમનું એલાન કર્યું હોઈ. ત્યારે આજરોજ મોરબી એ.સી.બી. ની ટીમ દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી એસીબી પો. સ્ટેસન ના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ ગઢવી તથા સ્ટાફ અને વોરા સમાજ તથા મૌલાઇ રાજાસાહેબ દરગાહ સંસ્થાન ના પી.આર.ઓ. જુઝેર એમ. અમીન અને વોરા સમાજ ના વિદ્યાર્થી તથા સ્થાનિક પ્રજાજનો એ ભાગ લીધો જે તિરંગા યાત્રા એસીબી પોલીસ સ્ટેશન થી વિશીપરા, મણીમંદિર, મયુરપૂલ, નટરાજ ફાટક, ગેંડાસર્કલ, તાલુકા પોલીસ સ્ટેશન થઈ પરત એસીબી પોલીસ સ્ટેશન આવેલ.
ઉપરાંત તિરંગા યાત્રા દરમ્યાન એ.સી.બી. ની ટીમ દ્વારા ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અને લાચ રૂશ્વત વિરોધ અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી અને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...