વાંકાનેરના વીડી જાંબુડિયા ગામેથી ઇકો કારમાં ૪૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો.
વાંકાનેર તાલુકાના વિડી જાબુંડિયા નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે સુરેન્દ્રનગરથી ઇકો કારમાં 400 લીટર દેશી દારૂ ભરીને આવતા એક શખ્સને ઝડપી લઈ ઇકો કાર સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વિડી જાબુંડિયા નજીક આવેલી ભેટ ચોકડીએ વોચ ગોઠવી શંકાસ્પદ રીતે પસાર થતી ઇકો કાર અટકાવી તલાસી લેતા ઇકો કારમા સવાર ભાભલુભાઇ શીવકુભાઇ કરપડા, રહે.વેલાળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી રૂ. 8000ની કિંમતનો 400 લીટર દેશીદારૂ મળી આવતા પોલીસે એક લાખની ઇકો સહિત કુલ 1,08,000નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.