આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ખોડિયાર સોસાયટીમાં રહેતા મૂળ જોડિયા તાલુકાના રસનાળ ગામના વતની અશોકભાઈ કેશવજીભાઈ જીવાણી ગઈકાલે રફાળેશ્વરથી હાર્ડવેરનો સામાન ખરીદી સરતાનપર રોડ ઉપર આવેલા રે સિરામિક ફેકટરીએ જતા હતા તે સમયે ટ્રક નંબર ના ચાલકે અશોકભાઈને બાઈક સાથે હડફેટે લેતા તેમના શરીર ઉપરથી ટ્રકનો જોટો ફરી વળ્યો હતો. ત્યારે બાઈક ચાલક અશોકભાઈ કેશવજીભાઈ જીવાણીનું મોત નીપજ્યું હતું
