ઇચ્છુક ઉમેદવારોએ ૨૬ ઓગસ્ટના આઈ.ટી.આઈ. વાંકાનેર ખાતે ઉપસ્થિત રહેવું
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...