મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી આરોપી હાજીભાઈ અકબરભાઈ માણેક (ઉ.વ. ૨૬. રહે સો ઓરડી રામદેવપીરના મંદિરે પાસે સામાકાંઠે મોરબી) ની તાલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડયો હતો. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
