મોરબી: આમરણ ગૌશાળાના લાભાર્થે મેલડી યુવા સેવા સમિતિ-આમરણ તથા ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ આમરણ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે વિક્રમ સવંત ૨૦૭૮ના ભાદરવા સુદ-૪ને બુઘવાર તા.૩૧-૮-૨૦૨૨ સવારે ૮:૩૦ વાગ્યે સવારે મેલડી માતાજીની મહાપૂજા કરવામાં આવશે અને સાંજે ૦૬ : ૩૦ કલાકે મહાપ્રસાદનું તેમજ તા.૩૧-૮-૨૦૨૨ થી તા.૦૧-૦૯-૨૦૨૨ સુધી ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
આ લોકમેળાના આયોજનને સફળ બનાવવા જયંતીભાઈ જાકાસણીયા. અશોકભાઈ લુહાર, રાજેશભાઈ કાસુન્દ્રા, અરવિંદભાઈ કાસુન્દ્રા, આમરણના સરપંચ મોહનભાઈ મલાભાઇ અને ડાયમંડનગર સરપંચ કેશવજીભાઇ અમરશીભાઈ તેમજ ભાવેશભાઈ કાસુન્દ્રા, વિપુલભાઈ કાસુન્દ્રા, રજનીશભાઈ વાઘડીયા, કેતનભાઈ કાસુન્દ્રા અને જગદીશભાઈ ભોરણીયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે લોકમેળાનો જાહેર જનતાએ લાભ મેળવવા મેલડી યુવા સેવા સમિતિ આમરણ અને પુજારી વિઠલભાઈ કાસુન્દ્રાએ આમંત્રણ પાઠવ્યું છે.
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...