હળવદ તાલુકાના કવાડીયા ગામે કોઈ કારણસર પેશકેટ નામની દવા પી જવાથી ઝેરી અસર થતાં મોહીલાનુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા ૩૯ વર્ષીય ખમ્માબેન દશરથસિંહ ડોડીયા તા ૨૦-૦૮-૨૦૨૨ ના રોજ ૧૧ વાગ્યાના અરસામાં કવાડીયા ગામે પોતાના ઘરે કોઈ કારણોસર પેશકેટ નામની દવા પી જવાથી ઝેરી અસર થતાં પ્રાથમિક સારવાર સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં લઈ વધુ સારવાર માટે રાજકોટ સદભાવના હોસ્પિટલમાં લાવતા તા.૨૩-૦૮-૨૦૨૨ ના રોજ ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ છે. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.