મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઇ પડસુંબિયા દ્વારા મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ નવલખી ફાટક પરના ઓવરબ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી કંડલા બાયપાસ પાસે આવેલ નવલખી ફાટક પરના ઓવરબ્રિજનું કામ ગોકળગાયની હતી એ ચાલતું હોઈ છેલ્લા ત્રણ વર્ષથી આ કામ ચાલતું હોય ત્યારે રાહદારીઓને તેમજ વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોઈ. ત્યારે ઓવરબ્રિજની વચ્ચેનો રસ્તો બંધ હોવાના કારણે વાહનચાલકોને પુલના છેડેથી ફરીને જવું પડતું હોઈ ત્યારે વાહનચાલકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે આ કામ સત્વરે પૂર્ણ કરવાં માટે મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના...
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના રાજપર રોડ પર આવેલ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તીરૂપતી પેપર નામે કારખાનામાં રૂમમાં રહેતા ભરતકુમાર હીરરામ પુરોહિત (ઉ.વ.૧૯) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...
હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...