વાંકાનેરમાં માર્કેટ ચોકથી બંધુ સમાજ દવાખાના સુધીમાં પ્રતાપ રોડ પર અજાણ્યા આરોપીની રીક્ષામાં બેઠલ મહીલાના ગળામાથી બે અજાણી સ્ત્રીએ રૂ.1.5 લાખના ત્રણ સવા ત્રણ તોલોનો સોનાનો ચેનની ચીલઝડપ ચોરી નાશી ગયા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ વાંકાનેર બંધુ સમાજની પાસે રેહતા પ્રફુલાબેન સુરેશભાઈ પટેલ (ઉ.વ. ૬૫) વાંકાનેર માર્કેટ ચોકથી પોતાના ઘરે જવા માટે અજાણ્યા આરોપીની રીક્ષામાં બેઠલ હતા ત્યારે રીક્ષામાં બેઠલ અંજાણી બે સ્ત્રીએ ફરીયાદી પ્રફુલાબેનની નઝર ચુકવી ફરીયાદીના ગળામાં પહેરેલ સોનાનો ત્રણ સવા ત્રણ તોલા વજનનો ચેઈન કિં. રૂ. ૧,૫૦,૦૦૦ / ની ચિલઝડપ ચોરી કરી ગયા હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી રીક્ષા ચાલક તથા બે સ્ત્રીએ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...