હળવદ: હળવદ તાલુકાના સરંભડા ગામે નર્મદા કેનાલમાં ડુબી જવાથી આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા માધાભાઇ રામસિંગભાઈ થરેશા (ઉ.વ.૪૩) તા.૨૬-૦૮-૨૦૨૨ ના રોજ દોઢ વાગ્યાના સુમારે સરંભડા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી પીવા જતા અકસ્માતે પગ લપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ ધરી છે.
