માળીયા: માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામેથી છરી સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામના ઝાંપા નજીક આરોપી કમલેશભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ.૨૨. રહે. વવાણીયા તા. માળીયા મી) ની પોલીસે પુછતાછ કરી તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા માળિયા (મી) પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
