મોરબી: મોરબી-૨ પાડાપુલ પરથી નીચે પડી જતા વૃદ્ધનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી -૨ વૃંદાવન પાર્ક એપાર્ટમેન્ટ બ્લોક નં -૭૦૧ માં રહેતા ૭૧ વર્ષીય જીતેન્દ્રસિંહે ઉર્ફે જીતેન્દ્રભાઇ બળવંત સિંહ ઠાકોર ગઇકાલના રોજ પાડાપુલ ઉપરથી પગ લપસી જતાં નીચે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી હતી
