મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મચ્છુનગર સોનેટ કારખાનાની સામે રહેતા કોકીલાબેન સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી ચતુરભાઈ પ્રજાપતિ (રહે. મચ્છુનગર ગામે) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૮-૨૦૨૨ ના રોજ બપોરના સુમારે ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમા ઉભા હોય તે દરમ્યાન આરોપી ચતુરભાઇ પ્રજાપતિ મોટર સાઇકલ લઇ આવી ફરીયાદીનુ બાવડુ પકડી મોટર સાઇકલમાં બેસી જવાનુ કહી મારી નાખવાની ધમકી આપી જાહેરમા ગાળો બોલી જાતિ વિરૂધ્ધ અપ-શબ્દો બોલી ફરીયાદી તથા તેમના પતિ સાથે ઝપાઝપી કરી ગુન્હો કરતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો ઇ.પી.કો. કલમ-૩૫૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા એટ્રોશીટી એકટ ની કલમ-૩(૧)(R)(S), ૩(૧)(W)(1), ૩(૨)(૫-એ) હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર (ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત...
મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોજનાકીય...