માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનારનું સન્માન કરાશે.
મોરબીના રંગપર ગામે ઈ.સ.1972 માં માધ્યમિક વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી જેને હાલ 50 પચાસ વર્ષ પૂર્ણ થયા હોય સુર્વણ જ્યંતી મહોત્સવની ઉજવણી કરવાનું દિવ્ય અને ભવ્ય આયોજન આગામી તા.31.08.22 ના રોજ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે
જેમાં પચાસ વર્ષ દરમ્યાન રંગપર ગામની ભૂમિમાં જન્મ ધારણ કરી, રંગપર ગામનો ખોળો ખુંદી, માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધીના હોદ્દાઓ પર રહી સરકારી નોકરી કરતા અને નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે,તેમજ રંગપર માધ્યમિક શાળાની ગતિ અને ગરીમા વિશે વાતો કરવામાં આવશે એમ મરવડ કેળવણી મંડળ સંચાલિત રંગપર માધ્યમિક વિદ્યાલયના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ આચાર્ય એમ.એન.સદાતિયાની યાદીમાં જણાવવામાં આવે છે.
