મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ બાનાવવા અંગે સી.એમ ને પત્ર લખી કરાઈ રજુઆત
મોરબી: મોરબી ઉમિયા સર્કલે ખાતે હજારો વાહનોનો ઘસારો રહેતો હોવાથી ભારેખમ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ઉમિયા સર્કલે ફલાય ઓવરબ્રિજ ઓવરબ્રીજની આવશ્યકતા છે તેથી ઓવરબ્રિજ બાનાવવા અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી નગર ભૂતકાળમાં સૌરાષ્ટ્રનું પેરીસ કહેવાતું હતું. ફરી પાછું મોરબી નગર સૌરાષ્ટ્રનું પેરીસ બને તે સ્વપ્ન સાકાર કરવા માટે મોરબી નગરમાં ફલાય ઓવરબ્રીજની આવશ્યકતા છે.
મોરબી નગર ઔદ્યોગીક નગરી છે. અહીં સીરામીક ઉદ્યોગ, સેનીટેશન, હીરા ઉધોગ, ઘડીયાલ ઉઘોગ ક્ષેત્રે પ્રસિધ્ધિ મેળવેલ છે. તેથી પ્રવાસન ધાર્મિક યાત્રા ઔધોગીક નગરીને ફલાય ઓવરબ્રીજની સુવિધા આપવા વિનંતી.
મોરબી શહેરની ટ્રાફીક સમસ્યા નિવારવા તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે ઉમીયા સર્કલ શનાળા રોડ, મોરબી ખાતે ફલાય ઓવરલીજનાં નિર્માણ માટે સી. એમ. ને પત્ર લખી ઓવરબ્રિજ બાનાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.