મોરબી: ધર્મ પ્રિય જનતા ને જણાવતા આનંદ થાય છે કે કચ્છ-જામનગર હાઈવે ઉપર આમરણ અને દુધઈ વચ્ચે આવેલ મેલડી માતાજીના મંદિરે ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમ ભાદવાશુદ-૪ તા-૩૧-૦૮-૨૦૨૨ને બુધવારે ના રોજ સાંજના ૯ કલાકે રજૂ કરાશે.તેમજ શ્રી બજરંગ ભવાઈ મંડળ (કુંભારીયા) નાયક બાબુભાઈ કે વ્યાસ તથા રાજેશભાઈ બી વ્યાસ જેમનુ મંડળ જેમાં નામાંકિત કલાકારો દ્વારા ભવાઈ રજૂ કરશે.આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમમાં રાજયોગી ભરથરી સતી પિંગલા ઉપર નાટક ભજવાશે તેમજ આ નાટકમાં મચ્છું કાંઠાના પ્રખ્યાત કલાકારો પણ સામેલ છે.
બજરંગ ભવાઈ મંડળ રમાડવા માટે કોન્ટેક્ટ કરો રમણીકભાઇ વ્યાસ,(બેલા આમરણ), સુધીરભાઈ વ્યાસ, તથા હિંમતભાઈ વ્યાસ.
મોં- 9913036742
મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ હતી. આ મીટીંગમાં નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત આવતા તમામ ઈન્ડીંકેટરની સમિક્ષા કરવામાં આવી હતી.
નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત દરેક હેલ્થ ફેસેલીટી ખાતે રજીસ્ટર્ડ થયેલ તમામ સગર્ભાનું NVHCP અંતર્ગત હિપેટાઈટીસનું સ્ક્રિનિંગ પૂર્ણ કરવા તથા જેમાં રિએક્ટિવ...