માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનાર 70 સિત્તેર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ.
મોરબીના રંગપર ગામે ઈ.સ.1972 માં માધ્યમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી જેને હાલ 50 પચાસ વર્ષ પૂર્ણ થયા હોય સુર્વણ જ્યંતી મહોત્સવની ઉજવણી કરવાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ વર્ષ દરમ્યાન રંગપર ગામની ભૂમિમાં જન્મ ધારણ કરી, રંગપર ગામનો ખોળો ખુંદી, માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધીના હોદ્દાઓ પર રહી સરકારી નોકરી કરતા અને નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવો દિલુભા ઝાલા પ્રમુખ મરવડ કેળવણી મંડળ તેમજ અનંતભાઈ ભટ્ટ શિક્ષક વધારવા માધ્યમિક શાળા મહેન્દ્રસિંહ ઝાલા પૂર્વ સરપંચ તેમજ પરષોત્તમભાઈ કાલરીયા પૂર્વ આચાર્ય વગેરેએ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા ગિરિરાજસિંહ ઝાલા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર જયમલભાઈ કરોતરા પોલીસ ઇન્સપેક્ટર રંગપર માધ્યમિક શાળાની ગતિ અને ગરીમા વિશે વાતો કરી હતી અને ભૂતકાળના સોનેરી સંસ્મરણો તાજા કર્યા હતા.
આ પ્રસંગે 70 સિત્તેર જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી તમામ વિભાગોમાં ફરજ બજાવતા અને બજાવી ચુકેલાનું સાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું.તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પૂર્વ વિદ્યાર્થી અને બેસ્ટ બી.આર.સી.કો.ઓ. તરીકે મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.ખુબજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ નિરૂભા ઝાલા,રઘુભા ઝાલા,મેઘરાજસિંહ ઝાલા સરપંચ રંગપર,જયવંતસિંહ જાડેજા,સજુભા ઝાલા, બાપલાલસિંહ ઝાલા વગેરે પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો તેમજ રંગપર તાલુકા શાળા અને માધ્યમિક શાળાના તમામ શિક્ષકોએ અને માધ્યમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ સદાતિયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...