“પટેલ પરિવાર”નાં વૈચારિક મિશન ની વિસ્તૃત જાણકારી અર્થે એક ચિંતન બેઠક યોજાઈ
“પટેલ પરિવાર”નાં વૈચારિક મિશનની વિસ્તૃત જાણકારી અર્થે એક ચિંતન બેઠક અમદાવાદનાં મેમનગર ગુરુકુળ રોડ પર આવેલ હરદ્વારભાઈ વાછાણીની ઓફિસ પર રાખવામાં આવી હતી, જે ખુબ સફળ રહી હતી.
અમદાવાદથી ઉમા આરોગ્ય ભવનના સર્જક સંચાલક અને સ્વપ્નદ્રષ્ટા ઉપપ્રમુખ તેમજ પટેલ સમાજની અનેકવિધ સંસ્થાઓમાં સેવા ભાવના રૂપે તન,મન,ધનથી કર્મયોગ કરનારા દિલીપભાઈ વાછાણી સાથે સીદસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ મંત્રી ભૂપતભાઈ ગામી, ગોતા વિસ્તારના પટેલ સમાજના કુશળ સંગઠક નાનુભાઈ ડેડાણિયા, ઇસરો ના નિવૃત્ત વૈજ્ઞાનિક રમણીકભાઈ બાવરિયા ઉપરાંત મેમનગર વિસ્તારના પાયાના કાર્યકર ભરતભાઈ ભાલોડિયા અને રમેશભાઈ ધરસંડીયા સાહેબ સહિતનાં વડિલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.