Saturday, August 16, 2025

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધા અંતર્ગત યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજ યુનિવર્સિટી પ્રથમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ સ્પોર્ટ્સ સ્પર્ધામાં યોગ સ્પર્ધાનું આયોજન યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, રાજકોટ ખાતે થયેલ હતું. જેમાં નવયુગ કોલેજની ટીમ યોગ સ્પર્ધાની ટીમ ઇવેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમજ વ્યક્તિગતમાં તન્વી અઘારા તૃતીય ક્રમાંક અને ગુલશાદ શેરશીયા આઠમા ક્રમાંક પર આવેલ છે.

આ ઇવેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ ડૉ. ગીરીશ ભીમાણી, સ્પોર્ટસ ડાયરેક્ટર ડો. મીનાક્ષીબેન પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહીને વિજેતાઓ ને સન્માનિત કર્યા હતા.

વિજેતા ખેલાડીઓ નેશનલ લેવલ પર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ખાતે આગળ રમવા જશે.વિજેતા ખેલાડીઓ અને કોચ પ્રો. હેત્વી સુતરીયાને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબએ અભિનંદન પાઠવ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર