વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગ્યું કોંગ્રેસ : મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા કાર્યક્રમનું આયોજન

મોરબી જીલ્લા કૉંગ્રેસ સમિતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા ગુજરાત રાજ્યની મેનીફેસ્ટો કમિટી દ્વારા નક્કી કરેલ કાર્યક્રમ.. અબ કી બાર જનતા કી સરકાર ….તો …બોલો સરકાર…. કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યકમમાં લોકોના પ્રશ્નો, સાંભળીને તેના નિરાકરણ માટે શું કરવામાં આવશે ? તે ચુંટણી ઢઢેરામાં સમાવેશ કરવામાં આવનાર છે. તો આ કાર્યક્રમમાં જાહેર જનતા તથા નાના વ્યવસાયિક મંડળો. જેવા કે મજુર મંડળ, રિક્ષા અસોસીયેસન , રોકડીયા ફેરિયા ઓનું મંડળ , ફેરિયાઓનું મંડળ અન્ય યુનિયનો, વેપારી મંડળો , વિદ્યાથીઓ, શિક્ષકો, નોકરીયાતો, કોન્ટ્રેક પર ના કર્મચારીઓ, ફિક્સ પગાર વાળા કર્મચારીઓ ,વિદ્યાર્થીના વાલીઓ, શહેરના જાગૃત નાગરિકો, ખેડૂતો, માલધારીઓ, ટ્રાન્સપોર્ટરો, સેવાકીય સંગઠનો અને NGO કે અન્ય સંગઠનો ને પધારવા તેમજ તેના પશ્નો રજુ કરવા આ મિટિંગ આમંત્રણ છે.

કોંગ્રેસ પાર્ટીનો નિરાધાર છે કે, લોકશાહીમાં લોકો માટેજ સરકાર બનતી હોય છે. ત્યારે લોકોની સુખાકારી બાબતે શું કરવું જોઈએ? તેવા સૂચનો લોકો પાસેથી મેળવવા છે. અને પછી તે મુજબ ચુંટણી ઢઢેરો બનાવવો છે.

આ કાર્યક્રમના મહેમાન પરેશભાઈ ધનાણી પૂર્વ વિરોધ પક્ષના નેતા ,ગુજરાત વિધાનસભા, દીપકભાઈ બાબરિયા ચેરમેન , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી, ઋત્વિકભાઈ મકવાણા, કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિ અને ધારાસભ્ય લલીતભાઈ કગથરા, કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્ય ટંકારા ,પીરઝાદા ધારાસભ્ય વાંકાનેર , હોતેન્દ્ર પીઠડીયા, ચેરમન ગુજરાત આપ સૌને તા.૨-૦૯_૨૦૨૨ ને શુક્રવાર સમય બપોરે ૩ વાગ્યે સ્થળ રામધન આશ્રમ, મહેન્દ્રનગર મોરબી ખાતે હાજર રહેવા ખાસ વિનતી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img