મોરબી: મોરબીના ઢુવા ગામે અગાસી પરથી નીચે પટકાતા બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ઢુવા ગામે રોલેક્સ સીરામીક કારખાનામા રેહતા શૈલેશભાઈ વજાભાઈ ગરાસીયાની પુત્રી પુજાબેન (ઉ.વ.૩) મકાનની છત ઉપર રમતા રમતા નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ થતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી હતી.
