મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બ્રીજેશ મેરજાની રાજ્યની સમસ્યા નીવારણ કમીટીમા નિમણૂક કરાઈ છે. પણ પોતાના મત વિસ્તારની રોડ રસ્તા અને વરસાદી પાણીના ભરાવાની સમસ્યા ઉકેલાઈ રહી નથી !. ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી ત્રસ્ત લોકો હવે મતદાન બોયકોટની ચિમકી ઉચ્ચારી રહ્યા છે. સાથે સાથે હવે નાની સમસ્યાઓ મંત્રી બ્રીજેશ મેરજા ઉકેલી શકશે કે કેમ? તેવા પ્રશ્નો સાથે મુખ્યમંત્રી ને રજુઆતો કરી રહ્યા છે. મોરબીના અવની ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનીકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેથી મંત્રી બ્રિજેશ મેરજા પર ભરોસો રાખવાને બદલે સીધા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
મોરબી નગરપાલિકાના વોર્ડ નં -૧૦ આવતા અવની ચોકડી ચોકડી વિસ્તારમાં આશરે ૧૦ થી ૧૨ સોસાયટી આવેલી છે. આ તમામ સોસાયટીઓનુ મુખ્ય રસ્તો હનુમાન મંદિર ચોકડી સુધી વિસ્તરેલો છે. છેલ્લા ચાર વર્ષથી અહીયા વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અહી પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારે કાયમી ઉકેલ માટેની વ્યવસ્થા કરી નથી. આ વિસ્તારમાં આશરે દશેક હજાર જેટલા લોકો વસવાટ કરે છે. સવારે બાળકોને સ્કૂલે જવામાં અને મહીલાઓને જીવન – જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિક રહીશો વોર્ડના ચાર કાઉન્સિલરો પાલીકા પ્રમુખ – ઉપપ્રમુખ તેમજ ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરી છે. તેમજ ધારાસભ્યોને પણ મુશ્કેલીઓ અંગે અવગત કરાયા છે. તેમ છતાં હજુ કાઈપણ નિરાકરણ આવ્યું નથી.
હવે સ્થાનિકો લોકોનો ભરોશો મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રીજેશ મેરજા ઉપરાંત પાલીકાના કર્મચારીઓ, અધીકારીઓ ઉપર રહ્યો નથી તેથી તેઓએ સીધી રજુઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરી છે. તેમજ જો નિરાકરણ નહી લાવવામાં આવે તો આગામી ચૂંટણી બાબતે મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રીજેશ મેરજા મોરબીની પ્રજાના પ્રશ્નો હલ કરવામાં વામણા પુરવાર થયા છે. ત્યારે ધીરે ધીરે મોરબી વાસીઓનો ભરોસો તુટી રહ્યો છે. જે મંત્રી પોતાના વિસ્તારની સમસ્યા હલ કરી શક્યા ન હોય તે રાજ્યોની અલગ અલગ વિસ્તારોની સમસ્યાઓ કેમ હલ કરી શકશે ? તેવા સવાલો પણ સ્થાનીક લોકો દ્વારા થઈ રહ્ય છે. જો કે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાતા સમસ્યા ઉકેલાઈ છે કે નહી તે જોવી રહ્યું.
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...