મોરબીના વાવડી રોડ ઉપર બંધ દુકાનનું તાળું તોડી તસ્કરો રૂ.1,54,500 નો કર્યો હાથફેરો
મોરબી: મોરબી વાવડી ચોકડી મહાદેવ મંદીર પાસે રોડ ઉપર આવેલ દુકાનનું તાળું તોડી તસ્કરો રૂ ૧,૫૪,૫૦૦નો હાથફેરો કરી ગયા હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી સમય ગેટની બાજુમા નીતીનપાર્ક સોસાયટીમા રેહતા અમીતભાઈ મગનભાઈ અંબાણી (ઉ.વ.૩૩) એ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૮-૨૦૨૨ના રાત્રીના આઠેક વાગ્યાથી ૩૧-૦૮-૨૦૨૨ ના સવારે છ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા શખ્સોએ મોરબીના વાવડી ચોકડી મહાદેવ મંદિર પાસે રોડ ઉપર આવેલ ફરીયાદીની દુકાનના તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનમા રહેલ શીવાજી બીડી ના દસ પેકેટ તથા પુકાર તમાકુનુ કાર્ટુન એક તથા વીમલ ગુટખાના પેકેટ નંગ-૨૦ તથા બુધાલાલ તમાકુનુ કાર્ટુન એક તથા રાજશ્રી પાનમસાલા ગુટખા કાર્ટુન એક તથા બાગબાન તમાકુ મીની પાઉચનુ કાર્ટુન એક તથા સાંઇઠ કિલો સોપારી તથા શેમ્પુ જેમા લકસ,કિલીનીકપ્લસ,વાટીકા,હેરએન્ડ સોલ્ડર તથા ડવ શેમ્પુનુ એક કાર્ટુન તથા પાંચ બોક્ષ અલગ અલગ નહાવાના સાબુ તથા સીગારેટ જેમા મારબોલો ,તથા ગોલફેક પ્રીમીયમ ,ગોલફેક લાઇટ તથા કલાસીક માઇલ તથા બિસ્ટોલ,કુલ ,ફોસવેર એમ સીગારેટોના કુલ-૪૦ બાંધા તથા મજદુર બીડીનુ દોઢ કાર્ટુન તથા મીરાજ તમાકુનુ કાર્ટુન એક મળી કુલ મુદામાલ કિં રૂ.૧૫૪,૫૦૦/-ની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
