સ્વ. ધરમશીભાઈ પ્રાગજીભાઈ ઝાલરીયા ની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર નિવૃત SBI બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, દીનેશ સોલંકી, મનિષ પટેલ, સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. સતત હેરાનગતિ અને ભયના માહોલથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના બનેવીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને...