આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં વિરાંજલી કાર્યક્રમ યોજાશે.
મોરબી: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરવામા આવી રહ્યું છે. જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર સાથે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીરાંજલિ સમિતિ પ્રેરિત તા. ૦૭ સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાત્રીના ૮ થી ૧૦ કલાકે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહેશે જે પોતાના અલગ અંદાજમાં વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિતના શહીદ વીરોને વીરાંજલિ અર્પણ કરશે.