મોરબીમાં ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન મેડિકલ કોલેજ
૭૫ વીઘામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજનું સંભવિત ટૂંક સમયમાં થશે ખાતમુહુર્ત
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત સ્થાનિક અગ્રણીઓના સતત પ્રયત્નો તથા મોરબી વહીવટીતંત્રની કાર્યશીલતાને સફળતા મળી અને મોરબીને મળ્યું મેડિકલ કોલેજનું નવું નજરાણું. ચાલુ વર્ષે જ નવું સત્ર શરૂ કરી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ગિબ્સન સ્કૂલ ખાતે કામચલાઉ ધોરણ ધમધમતી થશે મેડિકલ કોલેજ.
મોરબી મેડિકલ કોલેજના નવા બિલ્ડીંગનું પણ સંભવિત ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે અને મોરબીમાં ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે મેડિકલ કોલેજનું આદ્યતન ભવન તેવું પણ મંત્રી બ્રિજેશભાઈ જણાવ્યું હતું. મોરબી મેડિકલ કોલેજ માટે શરૂઆતમાં ૫૦ વીઘા જમીન ફાળવવામાં આવી હતી મંત્રીશ્રી સહિત સ્થાનિક અગ્રણીઓની સતત રજૂઆતો તથા કાર્યશીલતાના પગલે મોરબી મેડિકલ કોલેજ માટે વધારે ૨૫ વીઘા જમીન ફાળવવામાં આવી છે જેથી ૭૫ વીઘા જમીન મળવાથી મેડિકલ કોલેજના ભવન માટે વધારે અવકાશ મળી શકશે.
આવનાર સમયમાં મેડિકલ કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત થનાર છે. મોરબી ખાતે આકાર લેશે નવીન ટેકનોલોજી તથા અદ્યતન સુવિધાઓ સાથેની મેડિકલ કોલેજનું ભવન જેથી મોરબી જિલ્લાની સુખાકારીમાં પણ વધારો થશે.