મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે ધાર્મિક કાર્યક્રમમાં આરતી કરવાના સમયે અડચણરૂપ પાર્ક કરેલી કારને ત્યાંથી દૂર લઈ જવાનું કહેવા જેવી નજીવી બાબતે સ્થાનિકે રહેતા લોકોએ બહારથી ભાડૂતી માણસો લાવીને યુવાન ઉપર છરીથી હુમલો કર્યો હતો.
અને ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અને જે બનાવ અંગે પોલીસે નજીવી કલમો લગાડીને આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું જણાવી ઉમા ટાઉનશીપના તમામ લોકોમાં રોષ ફેલાયો હતો. અને આવા ટપોરીઓને કાયદાનો સબક કરાવવા આઇપીસી ૩૦૭ લગાડવાની માંગણી સાથે ઉમા ટાઉનશીપ ના તમામ લોકો જિલ્લા કલેકટર કચેરીએ આવી કલેકટર જેબી પટેલને આવેદનપત્ર આપ્યું હતું આ લોકોની આગેવાની પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ લીધી હતી. જેમણે કલેકટરને ઉગ્ર રજૂઆત કરી આવા ટપોરીઓને કાયદાનો પાઠ ભણાવવા અને પોલીસ આવા લોકોને છાવરી રહી છે તેવું જણાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અહી એ વાત જણાવી દઈએ કે આ ઉમા ટાઉનશીપ માં પાચ હજાર થી વધુ પરીવારો રહે છે.
