હળવદના જુના દેવળીયા ગામે 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી બીશન જુગાર બંદીને અટકાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ સ્ટાફ દ્વારા જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા
હળવદ તાલુકાના જુના દેવળીયા જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા નવ ઇસમો રશ્મીનભાઈ જગજીવનભાઈ ભોરણીયા, મુનાલાલ જેઠાલાલ પુજારા, હર્ષદભાઈ બનુભાઈ પઢીયાર, સંજયભાઈ શનાભાઈ ચરમારી, અજીતસિંહ બટુકસિંહ પરમાર, કલ્પેશકુમાર જયંતીભાઈ અઘારા, કાંતીલાલ કરશનભાઈ અધારા, રમેશભાઈ ઉર્ફે ભરતભાઈ ગાંડુભાઈ જોટાણીયા, યુવરાજ સિંહ બાપુભા પરમાર રહે બધા જુના દેવળીયા ગામ તા. હળવદ વાળાને કુલ રૂ. ૩,૦૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.