ખનીજ ચોરીના ગુનામાં તેર માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો
મોરબી: છેલ્લા તેર માસથી ગેરકાયદેસર ખનીજ ખનન, વહન તથા ફરજમાં રૂકાવટના ગુનો આચરી નાસતો ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.
મોરબી જિલ્લા એલ.સી.બી. પોલીસ તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમા એ પાર્ટ ખાણ ખનીજ મુજબના ગુનામા નાસતો ફરતો આરોપી રાજુ મંગલીયા બબેરિયા ઉ.વ. ૩૦ રહે. મુળ માછલીયાજીરી મચ્છલીયજહીર, તા.જી. જાંબુઆ મધ્યપ્રદેશ વાળો પીપળીયા ચાર રસ્તા ખાતે આવવાનો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ પીપળીયા ચાર રસ્તા ખાતે તપાસ કરતા મજકૂર આરોપી રાજુ મંગલીયા બબેરિયા ઉ.વ.૩૦ રહે. મુળ માછલીયાજીરી, મચ્છલી યજહીર,તા.જી. જાંબુઆ મધ્યપ્રદેશ હાલ રહે, ગવરીદડ ઝુપડામાં ટંકારા-રાજકોટ હાઇવેરોડ, તા.જી, રાજકોટ વાળો મળી આવતા મજકુર ઇસમને તા.૦૭/૦૯/રર ના પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.