મોરબી: મોરબી સો ઓરડી જારીયા પાન પાસે મકાનમાં ગળેફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ રાહુલ છગનભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.સો ઓરડી વાળાએ સો ઓરડી જારીયા પાન પાસે રહીમભાઇના મકાનમાં ગળે ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
