કોઈ અનિશ્ચનીય ઘટના ન બને માટે મોરબી પાલીકા દ્વારા ચાર સ્થળે ગણપતિની મૂર્તિઓ એકત્ર કરી વિસર્જન કરાશે
મોરબી: ગણપતિ વિસર્જન વખતે કોઈ અનિશ્ચનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરાઈ
ભગવાન શ્રી ગણેશજીની નવ-દસ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના કર્યા બાદ હવે વિઘ્નહર્તાની વિદાયની ઘડી આવી પહોંચી છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનઇચ્છનીય બનાવ ન બંને માટે મોરબી નગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જન કરાશે. જેમાં નિયત કરેલા ચાર સ્થળે ગણેશજીની મૂર્તિઓ સોંપી દેવા લોકોને વિનંતી કરાઈ છે.
મોરબીમાં કોરોના પછી છેલ્લા બે વર્ષ બાદ ગણપતિ મહોત્સવ લોકો અગાઉની જેમ ધર્મોલ્લાલ્સથી ઉજવી રહ્યા છે. સો મોટા અયોજનો ઉપરાંત શેરી-ગલીમાં તેમજ મોટાભાગના ઘરોમાં ગણપતિનુ સ્થાપન કરવામાં આવ્યું છે .
મોરબી શહેર વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરનાર આયોજક મંડળોને અને જાહેર જનતાને આથી જાણ કરવામાં આવેલ છે કે, ગણેશજીની મૂર્તિ વિસર્જન અંગે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ૧, સ્કાયમોલ, શનાળા રોડ, ૨, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ, ૩, એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડ, મોરબી-૨, ૪, ગર્લ્સ હાઈસ્કુલ, વીસીપરા, મોરબી ખાતે રાખેલ કલેક્શન સેન્ટર ઉપર મૂર્તિ પહોચતી કરવા તથા ત્યાંથી નગરપાલિકા દ્વારા આર.ટી.ઓ. પાસે તા.-૦૯/૦૯/૨૦૨૨ના રોજ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
જેમાં મૂર્તિ વિસર્જન સમયે પાણીમાં ડુબી જવાના બનાવો હોય આવા બનાવો ન બને તે હેતુથી નગરપાલિકા દ્વારા ફાયર ફાયટરના સાધનો તેમજ સ્ટાફ સહીતની વ્યવસ્થા કરવામાં આવેલ હોય જેથી તમામ આયોજક મંડળોએ ગણેશજીની મૂર્તિ વિસર્જન ઉપરોક્ત કલેક્શન સેન્ટરે કરવું તથા જરૂર જણાયે નગરપાલિકાના કર્મચારી હિતેશભાઈ રવેશીયા, મો.નં.-૯૮૭૯૮૮૦૦૫૨ તથા જયદીપભાઈ લોરીયા, મો.નં. ૮૨૦૦૩૦૦૬૧૬ ઉપર સંપર્ક કરવાનો રહેશે. અને તેઓની સુચના અનુસાર મૂર્તિ વિસર્જન કરવા ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે.