ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરી મતવિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા આજે પોતાના મતવિસ્તાર નાં ગામડાંઓ ની મુલાકાત લઈ ત્યાં ની સમસ્યાઓ જેવી કે વધુ વરસાદ ને પગલે હાલ અનેક ગામોમાં લિલા દૂષકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તે સિવાયના ખેડૂતો નાં નાનાં મોટાં પ્રશ્નો નાં નિરાકરણ માટે મોરબી તાલુકાના પ્રવાસે આવ્યા છે.
આજે “કહો દિલસે, લલિત કાકા ફિરસે”ના નારા સાથે તેમણે ગામડે ગામડે જઈને પોતાના મતદારોને રીઝવવા માટેની કવાયત હાથ ધરી હતી.અને આ પ્રસંગે તેમની સાથે જિલ્લા પંચાયત સભ્યો નયનભાઈ અઘારા સતીશભાઈ મેરજા, નિમેષ ભાઇ ગાંભવા, અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈ પનારા તેમજ તાલુકા પ્રમુખ કે.ડી.પડસુબીયા, તાલુકા ઉપપ્રમુખ મુળુભાઇ , તાલુકા સભ્ય જગદીશભાઈ, સહિત અનેક કોંગ્રેસી અગ્રણીઓ જોડાયા હતા અને ગામડે ગામડે લલિતભાઇ કગથરા અને કોંગ્રેસ અગ્રણીઓનું ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે રાજકોટ – 66 ટંકારા પડધરી મતવિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા મોરબી તાલુકાના હજનાળી, વિરપરડા, મોડપર, બીલીયા, કાંતિપુર, માણેકવાડા, મોટી વાવડી, નાગલપર- અમરાપર, પંચાસર, શિવનગર અને માધાપર (વાડી વિસ્તાર) ખાતે ગ્રામજનોની સાંજે 8 વાગ્યા સુધી મુલાકાત કરવામાં આવશે.
