પ્રાકૃતિક ખેતી એટલે ગાય માતાનું સન્માન અને ધરતીમાતા બળવાન ખેડૂત ધનવાન તથા ખાનાર વર્ગને તંદુરસ્તીનું વરદાન
આગામી ૧૦ સપ્ટેમ્બરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીની શિબિર માટે મોરબી જિલ્લામાં પધારે છે ત્યારે જાણીએ મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતાં પ્રગતિશીલ ખેડુત દાજીભાઇ ગોહિલને.
હળવદ તાલુકાના માથક ગામના વતની દાજીભાઇ દલુભાઇ ગોહિલ તેમની પાસેની ૧૦ એકર જમીનમાંથી તમામ ૧૦ એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પહેલા તેમને ૧,૫૦,૦૦૦ ના ખર્ચ સામે ૪,૦૦,૦૦૦ની આવક મેળવતા હતા. પ્રાકૃતિક ખેતીને અપનાવ્યા બાદ હાલ તેમનો ખર્ચ ઘટીને ૮૦,૦૦૦ થઇ ગયો છે. સામે ૪,૫૦,૦૦૦ની આવક મેળવી રહ્યા છે.
દાજીભાઇ ગોહિલ જણાવે છે કે, આજ થી ૧૨ વર્ષ પહેલા અખબારમાં એક જાહેરાત આવી હતી જીરો બજેટ ખેતીની તાલીમની એટલે મને મનમાં એક વિચાર આવ્યો કે, શું ખર્ચ વગરની ખેતી થઇ શકતી હશે ? જો ખર્ચ વગરની ખેતી થઇ શકતી હોય તો મોંઘા ભાવના રાસાયણિક ખાતર અને દવા ઉપયોગ શા માટે કરવો ? એક તો ખેતીનો ખર્ચ વધી જાય અને જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય.
હું રાજકોટની બાજુમાં ઢોલરા ગામ છે ત્યાં સુભાષ પાલેકર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ માં ગયો હતો ત્યારથી મને પ્રાકૃતિક ખેતીમાં રસ પડવા માંડયો. ત્યાર પછી દિપક સચદેનો એક દિવસનો પ્રાકૃતિક ખેતી વિશેના સેમિનારમાં અમૃત જળ અને અમૃત માટી વિશે જાણકારી મેળવી. તેવામાં એક ઘટના બની, મારા નજીકના સગામાં નાની ઉંમરના યુવાનને બ્લડ કેન્સર જેવી ભયંકર બીમારી થઇ. ડોક્ટરના રિપોર્ટમાં લોહીમાં ઝેર બતાવતું હતું. યુવાનોને કોઇ વ્યસન ના હોવા છતાં ઝેરી ખોરાકના કારણે બ્લડ કેન્સરથી એ યુવાનનું મૃત્યુ થયું ત્યારે મનમાં ખૂબ જ દુ:ખ થયુ અને નક્કી કર્યું કે, હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ કરવી છે જેનાથી ખર્ચ પણ બચી જાય અને બધાનું આરોગ્ય પણ જળવાય.
ત્યાર પછી હું હળવદ તાલુકાના આત્મા પ્રોજેકટના સંપર્કમાં આવ્યો અને ૨૦૧૯ માં વડતાલ ખાતે સુભાષ પાલેકરજીની ૭ દિવસની તાલીમ લીધી અને ત્યારબાદ મારી બધી જ જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.
હું રાસાયણિક ખેતી કરતો તેમાં ઘણી મુશ્કેલીઓ પડતી દવા, ખાતર, ફુગનાશક અને નીંદામણનાશક દવાના ઉપયોગથી જમીન ખરાબ થવાની સાથે તેની ફળદ્રુપતા પણ ઘટતી જતી હતી. ખેતીનો ખર્ચ વધતો જતો હતો અને નફામાં સતત ઘટાડો થઇ રહ્યો હતો.પરિણામે મારું દેવું પણ વધતું જતું હતું.
હાલ હું પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, મગફળી, બાજરી, કપાસ, એરંડા, જીરું, અજમો, ધાણા, મેથી, હળદળ, વરિયાળી, મગ, તલ, તુવેર, સરગવો, શાકભાજી, શેરડી, ગાયો માટે લીલોચારો, જુવાર, રજકો, મકાઇ વગેરે પાક લઉં છું.
પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘણો જ બચી ગયો. ધરતી માતા બિમાર અને બંજર બનતી હતી તે પાછી ફળદ્રુપ અને સજીવન બની ગઇ. જમીન ખેડવાનો ખર્ચ પણ ઓછો થયો તથા વાડીમાં મધમાખી અને મિત્ર કિટકોની સંખ્યા પણ સતત વધતી જાય છે. જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જે જમીન ખેડવાનું કામ કરે છે તે પરત આવી ગયા. ઝેર મુક્ત ઘાસ ચારો ગાય માતાને આપવાથી તે શુદ્ધ દૂધ આપે છે જેથી ખાનાર વર્ગ ને ઝેરમુક્ત આહાર મળે છે.
મેં એક સુત્ર પણ બનાવેલ છે, “પ્રાકૃતિક ખેતી એટલે ગાય માતાને સન્માન અને ધરતીમાતા બળવાન ખેડૂત ધનવાન તથા ખાનાર વર્ગને તંદુરસ્તીનું
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...