વાંકાનેરમાં દેવીપુજક વાસ નજીક જાહેરમાં જુગાર રમતા 5 શકુનીઓ ઝડપાયા
મોરબી: વાંકાનેરના વીસીપરા ગોડાઉન પાછળ દેવીપુજક વાસ નજીક તીનપત્તીનો જુગાર રમતા ૫ શકુનીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ગોડાઉન પાછળ દેવીપુજક વાસ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ભાવેશભાઇ હસુભાઇ સોલંકી, અનિલભાઇ કાંતીભાઇ ડાભી, ગોવિંદભાઇ જેન્તીભાઇ ડાભી , પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા, પ્રદિપસિંહ દિલુભા જાડેજા રહે બધા વાંકાનેર વાળાને રોકડ રકમ રૂ. ૧૦૪૬૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.