મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની,13 બોટલ ઝડપાઈ, આરોપી ફરાર
મોરબી: મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૩ મા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૩ બોટલ ઝડપાઈ જ્યારે સ્થળ પરથી નાશી છુટતા પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૩ મા રહેતા આરોપી શમસાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયાના કબ્જા ભોગાવટ વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૩ કિં.રૂ. ૬૫૧૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે આરોપી શમસાદ સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.