મોરબીના નવા સાદુળકા ગામે મહિલાએ ઝેરી દવા પી જીંદગી ટુકાવી
મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં વિરજીભાઈ પટેલની વાડીએ રહેતા કીરમાબેન દીનેશભાઈ ધાનક (ઉ.વ.૨૨) ગઈકાલના રોજ કોઇપણ વખતે કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યો હતા. મૃત્યુ પામેલા મહીલાનો લગ્ન ગાળો સાત માસનો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી.