મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

૨૦મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવાનું હોય, મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો આમાં ભાગ લઈ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા. ૨૦/૦૯-૨૦૨૨ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમ નં.૨૩૬/૨૫૭,૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે.તા.૨૦/૦૯/૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img