મોરબી: મોરબીના રવાપર નદી ગામ તરફ જવાના રસ્તે આવેલા હોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં મોડી સાંજે કોઈ કારણસર આગ લાગી હતી. આ ઘટનામાં ૬ કર્મચારીઓ દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે.આ આગ પ્રાથમિક રીતે ગેસ લીકેજ થતાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. પણ ચોક્કસ કારણ હજુ સુધી જાહેર થયું નથી.
મળતી વિગતો અનુસાર મોરબી માળિયા કચ્છ હાઈવે પર રવાપર નદી ગામ નજીક આવેલ હોલીવુડ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં કોઈ કારણસર આગ લાગી હતી. આ ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.
જ્યારે આગ બુઝાવવા માટે ગયેલ ઈન્ડસ્ટ્રીઝના પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ તથા સીબુસિંગભાઈ નામના ૬ કર્મચારીઓ હાથ અને શરીરના ભાગે દાજી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.જો કે આ આગમાં કોઇ જાનહાની થયેલ નથી તેમજ હાલની સ્થિતિ મુજબ આગ કાબુમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...