નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યના આહવાન અન્વયે રાજકોટના ફનવર્ડથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી નિકળી
સૌરાષ્ટ્રના બાર જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓની રજુઆત અને માંગણી અન્વયે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના અહવાનને ધ્યાનમાં રાખી ખુબજ બહોળી સંખ્યામાં પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષકો,તેમજ સરકારના તમામ ખાતાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની માંગણી અને લાગણી છે કે વર્ષ 2000 પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખુબજ આર્થિક નુકશાન ભોગવવું પડે છે, સરકારી કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે ત્યારબાદ એમના બુઢાપાના સહારા રૂપ જૂની પેંશન યોજના બંધ કરી દીધી હોય આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની જતું હોય, તેમજ નવી પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એકાઉન્ટ ખુલવામાં પણ ખુબજ સમય લાગે છે, વળી જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે એમના કપાતના હકના નાણાં મેળવવામાં પણ ખુબજ મુશ્કેલીઓ પડે છે,આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતો હોય નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે એ માટે જૂની પેન્શન યોજના OPS પુન:સ્થાપિત કરવાની અને જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટેની તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી તેમજ સાતમા પગાર પંચ મુજબના ભથ્થા તેમજ HTAT મુખ્ય શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેમકે HTAT ભરતી કેમ્પમાં હાજર રહ્યા હોય પણ યોગ્ય સ્થળ ન મળતા સ્થળ પસંદગી કેરલ ન હોય એવા શિક્ષકોને ઉ.પ.ધો.મંજુર કરવું ખાતામાં દાખલ તારીખ,જન્મ તારીખ અને નિમણુંક તારીખના આધારે સિનિયોરિટી ગણવી HTAT મુખ્ય શિક્ષકનો અજમાયસી ગાળો પૂર્ણ થઈ ગયો હોય નિયમિત કાયમી હુકમ કરાવવો, ઓવર સેટ અપ થયેલ મુખ્ય શિક્ષકોને માતૃ શાળા આપવી, વિદ્યાર્થીઓની સંખ્યાનો રેશિયો ઘટાડી મુખ્ય શિક્ષકોની નિમણુંક આપવી ઓવર સેટ અપ કિસ્સામાં મુખ્ય શિક્ષકોને જિલ્લાફેર મુકવાના બદલે જિલ્લામાં જ સમાવવા કે.ની.શિક્ષણ અને ટી.પી.ઈ.ઓ.ના પ્રમોશન આપવા, HTAT મુખ્ય શિક્ષકના બદલી કેમ્પ યોજવાવગેરે પ્રશ્નો સરકાર સમક્ષ પહોંચાડવા રાજકોટના રેશકોર્ષથી શરૂ કરી કલેકટર કચેરી સુધી મહારેલી નીકળી હતી અને કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
રેલીને સફળ બનાવવા રાષ્ટ્રીય સયુંકત મોરચાના સંયોજક તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ભીખાભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી રેલીને સબધોન કર્યું હતું,તેમજ પ્રાંત ટીમના મહેશભાઈ મોરી તેમજ તમામ જિલ્લાના અધ્યક્ષ દ્વારા રેલીને સંબોધીત કરવામાં આવી હતી,રેલીને સફળ બનાવવા મુકેશભાઈ ડાંગર અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક રાજકોટ,ડૉ. લાભુબેન કારાવદરા સુરેન્દ્રનગર સંભાગ મહિલા સંગઠનમંત્રી તેમજ વાંકાનેર તાલુકા મહિલા ઉપાધ્યક્ષ, હિતેશભાઈ ગોપાણી સૌરાષ્ટ્ર સંભાગ સહ સંગઠન મંત્રી અધ્યક્ષ-મંત્રીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી તમામ જિલ્લામાંથી ખુબજ બહોળી સંખ્યામાં શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી.
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...