જેતપર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૫ ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીદાનાભાઇ પ્રેમજીભાઇ પરમાર , લાભુભાઇ કારાભાઇ પરમાર, નારણભાઇ બાબુભાઇ પરમાર, દિપકભાઇ કાન્તીભાઇ ધામેચા, તથા નાગજીભાઇ ખીમજીભાઇ પરમાર રહે. બધા જેતપર (મચ્છુ) ગામ વાળાને રોકડ રકમ રૂ.૧૬૩૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.