મોરબી: મોરબીના લાયન્સનગરમા યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટની પાછળ રહેતા પારૂલબેન પિતાંબરભાઈ (ઉ.વ.૨૧) એ ગત તા.૧૧-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
