ટંકારાના નેકનામ ગામે સગીરાએ ઝેરી દવા ગટગટાવી
મોરબી: ટંકારા તાલુકાના નેકનામ ગામે ઝેરી દવા પી લેતા સગીરાનુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે જીવરાજભાઈ કરમશીભાઈ ભીમાણીની વાડીએ સુનીતાબેન મહેતાજભાઈ અછાલીયા (ઉ.વ.૧૫) છતર ગામ વાળાએ ગત તા.૦૯-૦૯-૨૦૨૨ ના રોજ સવારના દશેક વાગ્યાની આસપાસ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા બે ભાન હાલતમાં રાજકોટ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યાં તા.૧૧-૦૯-૨૦૨૨ ના રોજ મૃત્યુ પામ્યા હોવાની ફરજ પરના તબીબે જાહેર કર્યો હતા. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.