૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને નવયુગ કોલેજ ખાતે કરવામાં હતું.
૩૬મી નેશનલ ગેમ્સ ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓકટોબર દરમિયાન ગુજરાતમાં યોજાનાર છે જે અંતર્ગત ૩૬મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો તથા વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાના જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી બ્રિજશેભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજશેભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ૩૬મી નેશનલ ગેમ્સના ગુજરાતમાં મંડાણ થવા જઇ રહ્યા છે જે ગર્વની બાબત છે. જીવનમાં સ્પોર્ટનેશ અને સ્પોર્ટ સ્પીરીટને જરૂરી ગણાવતા જણાવ્યું હતું કે, ભણતર અને ગણતર સાથે રમતનું પણ આગવું મહત્વ છે. વધુમાં મંત્રીશ્રીએ તમામ વિધાર્થીઓને ભણો, ગણો અને સારા રમતવીર બનો તેવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ તથા જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે મુછાર, જિલ્લા યુવા વિકાસ અધિકાર હિરલબેન વ્યાસ અગ્રણી દુર્લભજીભાઇ દેથરિયા, વિનોદ પટેલ, નવયુગ વિધાલયના ટ્રસ્ટી પી.ડી.કાંજીયા સહિત અગ્રણીઓ, રમતપ્રેમીઓ તથા વિશાળ સંખ્યામાં યુવાઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી; અવાર-નવાર વૃધ્ધાશ્રમની મુલાકાત લઈને માવતરોની સેવા કરીને આશિર્વાદ મેળવતા રહો જ છો ત્યારે ૧૪મી જાન્યુઆરી, ૨૦૨૬ ને બુધવારના રોજ આપણું "મકરસંક્રાતિ પર્વ” એ આપ તથા આપનો પરિવાર-બાળકો સાથે શ્રી કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમ વૃધ્ધાશ્રમની મુલાકાતે પધારો અને ઉદાર હાથે આપની શક્તિ મુજબ અનુદાન આપીને માવતરોની સેવા કરીને શુભાશિષ આશિર્વાદ...
મોરબી: જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાંતિલાલ બાવરવાએ મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલિકા તથા જીલ્લા પંચાયતના નવા સીમાંકિતની નકલ તેમજ વોર્ડના નકશાઓની નકલની જરૂરત હોય અને આ સીમાંકન અને નકશા ઓ મળ્યા બાદજ અમો અમારા વાંધા આરજી રજુ કરી શકીએ તેમ...
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયાનો દેવાળાનો મામલો હવે ઇન્કમટેક્સ અને રેન્જ આઇજી સુધી પહોંચ્યો છે જેમાં રાજકોટ કોંગ્રેસ દ્વારા ઇન્કમટેક્સ અને રેન્જ આઇજીને લેખિત રજુઆત કરી જયંતિભાઇ રાજકોટીયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજનાથસિંહ જાડેજા તથા પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર અતુલ રાજાણી, ગુજરાત...