રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે મોરબી જિલ્લા કક્ષાએ વિવિધ જનસુખાકારીના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ મોરબી ખાતે યોજાયો હતો.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની સરકારે પ્રેરણાદાયી એક વર્ષ પૂર્ણ કર્યું છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા હેઠળ વિવિધ જનસુખાકારીના કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. જે અન્વયે વિવિધ જન સુખાકારીના વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાપર્ણનો મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાના જનાસુખાકારીના કુલ ૩૬.૭૮ કરોડના ૨૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકોપર્ણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિમાર્ણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની સરકાર દ્વારા મોરબીમાં કરોડોના ખર્ચે મેડિકલ કોલેજ, જીઆઇડીસી, સિરામિક પાર્ક, અદ્યતન માર્ગો, ટ્રાફિક નિયંત્રણ માટે ફ્લાય ઓવર, સુવિધાસભર ગ્રામ્ય માર્ગો વગેરેની ભેટ મળી છે.
એક વર્ષમાં મોરબી જિલ્લાને ૧૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું નજરાણું મળ્યું છે, જે થકી મોરબીની કાયાકલ્પ થઈ રહી છે. ડબલ એન્જિન સરકારની ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવામાં મોરબી પણ અનેક ઉંચાઈઓ સર કરી રહ્યું છે તેવું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે ૯.૫૯ કરોડના ખર્ચે SJMMSVY હેઠળ ડીઆઈ પાઈપલાઈનનું કામ, ૫ કરોડના ખર્ચે ભરડા(પાડધરા) ૬૬ કે.વી. સબસ્ટેશન, ૫ કરોડના ખર્ચે ગાળા ૬૬ કે.વી. સબસ્ટેશન તથા ૩.૯૭ કરોડના ખર્ચે મોરબી વેટરનરી પોલિકલીનિકની નવી ઈમારતનું બાંધકામ વગેરે મળી કુલ ૩૩.૨૦ કરોડના ૧૭ વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા ૮૫ લાખના ખર્ચે મોરબી નવા રસ્તાની જોગવાઈ, ૩૬ લાખના ખર્ચે મોરબી આંગણવાડીનું બાંધકામ અને અપગ્રેડેશન વગેરે મળી ૩.૫૮ કરોડના ૯ કામોનું લોકાપર્ણ એમ કુલ ૩૬.૭૮ કરોડના ૨૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
આ તકે સર્વે ઉપસ્થિતોએ માહિતી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસ થી વિકાસયાત્રા અંગેની ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત માહિતી વિભાગ દ્વારા મહાનુભાવોને વિશ્વાસથી વિકાસયાત્રા પર નિર્મિત પુસ્તક અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત સર્વેએ રાજ્યકક્ષાએ યોજાયેલ કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.
આ પ્રસંગે મંત્રી સાથે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, અગ્રણી દુર્લભજીભાઈ દેથરિયા, નિર્મળભાઈ જારિયા, અરવિંદભાઇ વાંસદડિયા, જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી, કે.કે.પરમાર, વિનોદ પટેલ, પ્રકાશ શુક્લ, મનોજ ગુપ્તા, મોરબી સિરામિક અસોશિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા તથા પદાધિકારી/અધિકારી, અનેક અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સારથી સેવા દ્વારા મોરબી ખાતે ગરીબ પરિવારના બાળકો અને પરિવારના સભ્યને મકરસંક્રાંતિના પર્વ નિમિતે મમરાના લડવાનું મોરબીના અલગ અલગ વિસ્તાર જેવા કે પાડાપુલ નીચે, નટરાજ ફાટક પાસે ના વિસ્તાર માં, ભીમસર પાસે અલગ અલગ વિસ્તાર માં તેમજ રાજકોટ ના માધાપર ચોકડી પાસે, રેલનગર, રેલ્વે જક્શન પાસે ના વિવિધ વિસ્તાર...
મોરબી તાલુકાના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીનો રોડનું પેચવર્ક કરવામાં આવેલ જે પેચવર્ક કામ અધુરું મુકેલ હોય જેના કારણે અપડાઉન કરતા લોકોને હાલાકી પડી રહી હોવાથી માનસર અને નારણકા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રોડનું કામ પુરુ કરવા રજૂઆત કરી છે.
ગોર ખીજડીયા, નારણકા અને...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓ દ્વારા બીએલઓની વળતર રજા અને વસ્તી ગણતરી ફરજ માંથી મુક્ત રાખવા રજુઆત
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણા અંતર્ગત દિવાળી વેકેશનમાં અને શૈક્ષણિક કાર્યના દિવસો દરમિયાન રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં SIR ની કામગીરીમાં રોકાયેલા બીએલઓ સહાયક બીએલઓ વગેરેને સરકારના ધારા ધોરણ અને નિયમ મુજબ...