ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે
જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, એમનામાં રહેલા કલા-કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગાયન,વાદન,લેખનની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા તાલુકાના લખધીરણગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન બચુભાઈ પીપળીયાએ સાહિત્ય લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.વિડજા,જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા જીવતીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે અને એમની ઉત્તરોતર ખુબજ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...