વરસાદના લીધે જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રાખવી કે નય તે શાળાના આચાર્ય નિર્ણય કરશે
મોરબી: મોરબી શહેર અને જીલ્લામાં ગત રાત્રીથી વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે તેમજ હજુ સુધી વરસાદ યથાવત રહેતા વિધાર્થીઓને શાળાએ આવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક શાળોઓના આચાર્યને શાળામાં રજા રાખવી કે નય તે અંગે નિર્ણય લેવાની છુટ આપી છે.
મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજાએ જણાવ્યું હતું કે ગઈકાલ રાત્રીથી તેમજ હાલ પણ વરસાદ ચાલુ છે જેના કારણે આજે તારીખ ૧૫ ના રોજ પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળોમા રજા રાખવી કે નય તે શાળાના આચાર્યોને નિર્ણય લેવા છુટ આપી છે. શિક્ષકોએ શાળા પર હાજર રહેવા માટે પણ ફરમાન કરવામાં આવ્યું છે તેમજ ડેમના ઉપરવાસમાં સારા વરસાદને પગલે અનેક ડેમો પણ ઓવરફલો થયા છે તો કોઝવે-વોકળા અને રોડ પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓને મુશ્કેલીના પડે અને સાવચેતીના ભાગે આ નિર્ણય લેવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.