જશાપર ગામે ઘરની બાજુમાં ટ્રેક્ટર રાખવા બાબતે આધેડને બે શખ્સોએ માર માર્યો
મોરબી: માળિયા (મી)ના જશાપર ગામે ઘરની બાજુમાં ટ્રેક્ટર રાખેલ જે બાબતે આરોપી સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતનુ મનદુઃખ રાખી આધેડને બે શખ્સોએ માર માર્યો હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના જશાપર ગામે રહેતા સુરેશભાઈ હરીભાઇ ડાંગર (ઉ.વ.૬૯) એ તેમના જ ગામના મનવીરભાઈ સવાભાઈ કાનગડ તથા સવાભાઈ ભૂરાભાઈ કાનગડ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૪-૦૯-૨૦૨૨ ના સાંજના સવા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ ઘરની બાજુ માં ટ્રેકટર રાખેલ જે બાબતે આરોપી મનવીરભાઈ સાથે સામાન્ય બોલાચાલી થયેલ હોય જે બાબતે મનદુખ રાખી આરોપી મનવીરભાઈએ ભુંડા બોલી ગાળો આપી ફરીયાદીને માથાના ભાગે સોરીયાના હાથાનો એક ઘા મારી દેતા ત્રણ ટાંકા આવેલ હોય તેમજ આરોપી સવાભાઈએ ફરીયાદીને ડાબા હાથમાં સોરીયાના હાથાનો એક ઘા મારી દઇ મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સુરેશભાઈએ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.