ખુન તથા ખંડણીના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી ટંકારા પોલીસ
મોરબી: મોરબી પોલીસ અધિક્ષકની સુચનાથી અને મદદનીશ પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પોલીસ ઇન્સ તથા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી નાઓની સુચના મુજબ
ખુન તથા ખંડણીના ગુનાઓમા સંડોવાયેલ ઇસમ યોગેશ રવિંદ્ર તારાચંદ પાવરા ઉ.વ.ર૧ ધંધો-ડ્રાઈવીંગ હાલ પી.ઓ.વોટરના રૂમ પાછળ ટંકારા તા. ટંકારા જી. મોરબી મુળ રહે. માલકાતર તા. શિરપુર જી ધુળે થાણા શિરપુર મહારાષ્ટ્ર વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હોય અને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફ મોકલી આપતા મજકુર સામવાળા વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા મજકુર સામાવાળાને આજરોજ તા.૧૬/૦૯/૨૦૨૨ના રોજ પાસા એક્ટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો છે