રફાળેશ્વર ગામેથી ઈંગ્લીશ દારૂની 11 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના રફાળેશ્વર ગામે સરોવર પ્રોટ્રીકો હોટેલ સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે સરોવર પ્રોટ્રીકો હોટેલ સામે રોડ પરથી આરોપી ભરતભાઇ કલાભાઈ રાઠોડ (ઉ.વ.૩૦. રહે. મચ્છોનગર (રફાળેશ્વર) તા. મોરબી) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૧ કિં.રૂ. ૪૧૨૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.