મોટાભેલા ગામે મુર્તિ ખંડીત કરી ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ
મોરબી: માળિયા (મી) તાલુકાના મોટાભેલા ગામના સ્મશાનમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરતા ધાર્મિક લાગણી દુભાણી હોય તેથી મુર્તિ ખંડીત કરી ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ભોટાભેલા ગામે રહેતા હસમુખભાઇ રવજીભાઈ શેરસીયા (ઉ.વ.૫૦) એ તેમના જ ગામના ભરતભાઈ જીવણભાઈ સોમાણી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૫-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપીએ મોટાભેલા ગામના સ્મશાનમા ફરીયાદીના સ્વ. દાદાએ શંકર ભગવાનની મૂર્તિ મુકાવેલ જે મૂર્તીને આરોપીએ ખંડીત કરી ફરીયાદી તથા સાહેદોની ધાર્મીક લાગણી દુભાવી હતી. આ બનાવ અંગે હસમુખભાઇએ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો ઈ.પી.કો. કલમ ૨૯૫ મુજબ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.